જીવનરંગત (Jivan Rangat)
સ્મરણના ફાયદા હૃદયે
થતાં, થતાં સ્મરણ हरि નું સ્મરણ તો દિલ ઊપજ્યું છે.
સ્મરણ જ્યાં દિલ ઊપજવાથી, સ્મરણ લાગું પડેલું છે.
हरि સાંકળવા જીવનમાં સ્મરણનો હેતુ ધાર્યો છે,
હૃદય તે હેતુ દૃઢવાતાં, હૃદય તે લક્ષ ચોંટ્યું છે.
હૃદય તે લક્ષને લીધે સ્મરણ જીવતું થયેલું છે,
સ્મરણમાં प्राण ઊગીને સ્મરણ ફાલ્યું, ફૂલેલું છે.
સ્મરણના ફાયદા હૃદયે મને અગણિત લાગ્યા છે,
જીવનનું રોકડું નાણું કમાવાયું સ્મરણથી છે.
‘જીવન રંગત’,આ-ચોથી, પૃ-૧૪૪
Read PDF Book Read Flipbook Buy BookTags
Warning: Undefined variable $string in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\singular.php on line 260
'જીવન રંગત' શ્રી કાંતિભાઈ કાંટાવાળા સ્મરણ સ્મરણનો હેતુ સ્મરણના ફાયદા હૃદયે ગઝલ પૂજ્ય શ્રીમોટાઃ