રે સગપણ Re Sagapan

May 08, 2022

નોંધારાનો આધાર

(મારી નાડ તમારે હાથ-એ ઢાળ)

સગપણ હરિવરનું છે સાચું, જાણીને દિલમાં રે,

તારે શરણ પડ્યો છું બાપ ! વાત લ્યો ધ્યાનમાં રે.

સગપણ૦

નારાયણ નોંધારાનો તું, આધાર જ, હું દીન થઈ યાચું,

દાવો પદરજ માગું, હરિ ! લ્યો હાથમાં રે.

સગપણ૦

પ્રેમથી વશ થઈ થાઓ રાજી, સમજું ન પ્રીતની રીત હું ઝાઝી,

બાળભાળ લ્યો પ્રીછી, ઢળ્યો પ્રભુપાદમાં રે.

સગપણ૦

ધન્ય થઈ હરિગુણ નવ ગાયા, વેશ કાઢ્યા જેમ હોય ભવાયા,

તોય નિમંત્રું હું વિભુરાયા ! વિરમો ઉરમાં રે.

સગપણ૦

વહાલા ! વીનવું જો તું જાગી, ભૂધર ! ભવભાવટ નવ ભાંગી,

ધરણી ઢળી, લઉં માગી, ચાંપી લે બાથમાં રે.

સગપણ૦

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments